ડીસા શહેર સમગ્ર બનાસકાંઠા જિલ્લા ના શિક્ષકો એ વિવિધ પડતર માગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું હતું. જો કે સરકારે તેમની કેટલીક માંગણીઓ સ્વીકારી છે પરંતુ 2005 પછીના શિક્ષકોની OPS આપવાની વાત નકારી હતી જેને લઇ ડીસાના સાઈબાબા મંદિર ખાતે આજે શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકોએ આજે સરકાર વિરોધી સહી ઝુંબેશ કરી હતી અને OPS લેકે રહેંગે સહિત સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા. રાજ્યસંઘના પ્રમુખો અને મંત્રીઓ પણ સરકાર ની વાત માની સરકાર સાથે ભળી જતા શિક્ષકોએ તેમની સામે પણ બળાપો કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે જો સરકાર શિક્ષકો ની માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી