યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ
તા-૦૮/૦૭/૨૦૨૧ ના રોજ જોરડીયાલી અનુપમ પ્રાથમિક શાળામાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ જયંતી (શિક્ષક દિન) નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી જેમાં આજે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ઘાંચી ઉલ્ફતભાઈ નીશારભાઈ, ઉપાચાર્ય તરીકે પંડ્યા મનીષભાઈ હરેશભાઈ એ સફળ સંચાલન કર્યું બીજા વીસ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જોરડીયાળી પ્રાથમિક શાળા ના ઉત્સાહી શિક્ષક શ્રી પ્રવિણભાઈ જી. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ આજના શિક્ષકદિન નિમિત્તે શિક્ષક બનેલા વિધાર્થીઓએ ધોરણ ૬ થી ૮ માં ખૂબ જ સારી રીતે શિક્ષણકાર્ય આપ્યું અને શાળા ના બાળકો એ તાસ દરમિયાન શાંતિથી શિક્ષણ લીધું. તમામ વિધાર્થીઓના ભાવ પ્રતિભાવ જાણી શિક્ષક દિનની ઉજવણી પૂર્ણ કરેલ. પુર્ણાહુતી સમયે શાળાના આચાર્ય શ્રી જીવરામભાઈ તથા ગુરૂજીઓએ બધાને આશીર્વચન આપ્યા.