આજરોજ ડીસા શહેરમાં આવેલ શેરપુરા ખાતે તાલુકા કક્ષાની કબબડી સ્પર્ધા યોજાઈ હતી.વિદ્યાર્થીઓ અભ્યાસની સાથો-સાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભ અંતર્ગત અનેક રામતોનું શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવે છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ રમત ગમત વિશે જાણતા થાય તે માટે ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભ 2022 નું ઉદ્ઘાટન કરી ખેલ મહાકુંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડીસા તાલુકામાં ખેલ મહાકુંભની શરૂવાત કરવામાં આવી છે.જેમાં આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે આવેલ જાગૃતિ વિધાલય સ્કૂલ ખાતે પણ આજે તાલુકા કક્ષાની મહિલા કબબડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ડીસા તાલુકામાંથી 22 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો સૌપ્રથમવાર તાલુકા કક્ષાની કબબડી સ્પર્ધા યોજાતાં વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોનાવાયરસ ની મહામારી ના બે વર્ષ દરમિયાન સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન બંધ કરવામાં આવ્યું હતું જેના કારણે રમતવીરોમાં ખેલ મહાકુંભ બંધ રહેતા નિરાશા જોવા મળી હતી ત્યારે આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2022 નું બે વર્ષ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો જેના કારણે રમતવીરોમાં આનંદની લાગણી જોવા મળી હતી બે વર્ષ બાદ આજે ડીસાની શેરપુરા ખાતે ખેલ મહાકુંભ 2022 અંતર્ગત પ્રથમવાર કબબડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ મેદાન પર ખેલદિલીપૂર્વક આનંદની લાગણી સાથે રમત રમતા જોવા મળ્યા હતા