દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર ઘણા સવાલો ઉભા થયા હતા.અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી RSS દ્વારા ઉભી કરાયેલી પાર્ટી છે તેવી ચર્ચાઓ ચાલી હતી પણ તે વખતે આ વાત ને બહુ ધ્યાનમાં લેવામાં આવી ન હતી.હવે આમ આદમી પાર્ટીએ પંજાબમાં પણ સરકાર બનાવી લીધી છે હવે ગુજરાતમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી છે.ગુજરાતની ચૂંટણી પહેલા ફરી એક વખત આમ આદમી પાર્ટી RSS નું એક ઉભું કરેલું ગઠન છે તેવી ચર્ચાઓ ચાલી છે.ગુજરાતમાં ભારતીય કિસાન સંગ પણ ગુજરાત સરકાર સામે આંદોલન કરી રહી છે.ગુજરાતમાં બીજેપીની સરકાર છે અને તેમની સામે ભારતીય કિસાન સંગ આંદોલન કરે તો તેનો વળતો જવાબ RSS ની બીજી ટિમ તરફ ઈશારો જતો દેખાય છે.
હકીકત માં RSS ની ઉભી કરેલી બીજી પાર્ટી આમ આદમી પાર્ટી છે કે શું તે કહેવું મુશ્કેલ છે.10 વર્ષથી પણ ઓછા સમયમાં કોઈ નવી પાર્ટી આટલું બધું મોટા પ્લાન થી ચાલે તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે.7 થી 8 વર્ષમાં 2 રાજ્યોમાં પોતાની પૂર્ણ બહુમત વાળી સરકાર બનાવી ચૂક્યું છે આમ આદમી પાર્ટી.આ પાર્ટી પાછળ કોઈ મોટા સંગઠન નો હાથ હશે તે તો સ્વીકારવું જ રહ્યું કારણ કે આટલા સમયમાં પૂર્ણ બહુમત વાળી સરકારો બનાવવી મુશ્કેલ છે અને સામે pm મોદીની લોકપ્રિયતા ની સામે પૂર્ણ બહુમત વાળી સરકાર બનાવવામાં કેજરીવાલ સફળ પણ રહ્યા છે.ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થતો દેખાઈ રહ્યો છે.ભલે પાર્ટીમાં કાર્યકર્તાઓ જમીની સ્તર પર નથી પણ કોઈક એવું સંગઠન છે જે પાર્ટીને સમર્થન કરે છે અથવા અંદર ખાને સપોર્ટ કરે છે. કિસાન સંગ ના સરકાર સામે આંદોલન બાદ ગણા તર્ક નીકળી આવે છે.હવે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલી સીટો લાવે છે તેના પરથી નક્કી કરી શકાય કે પાર્ટીને કોઈક ને કોઈક સંગઠન નો પૂરો સપોર્ટ મળ્યો છે.RSS ની બીજી ઉભી કરાયેલી ટીમ છે કે શું એતો ચૂંટણી બાદ જ તેનો જવાબ મળી શકશે.