
વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાની વાત હવે ઘરે ઘરે ચર્ચાનો વિષય બની ગયો છે. વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ શુક્રવારે પુનઃ મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાંમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને પી.આઇ. એ.એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. આ કેસમાં આજે નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલનો PI પતિ જ આરોપી નીકળ્યો છે. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફ.એસ.એલ.ની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ આજે રહસ્ય પરથી પડદો ઉંચાકાયો છે.આરોપી PI એ.એ.દેસાઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની હત્યા કરી દીધી હતી.

હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગમાં લઈ ગયો હતો. આ જમીન આરોપી Piકિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને 10 વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પણ કોઇ કારણોસર આ બાંધકામ અધુરુ રહ્યું હતું. જેને પગલે હવે કિરીટસિંહ જાડેજાની પણ આ કેસમાં સંડોવણી ખુલી હોવાથી ધરપકડ થશે.
નવેસરથી અમદાબાદ ક્રાઇમ બ્રાન્ચ તરફ થી તપાસનો દોર
થોડા દિવસમાં જ આ કેસ રાજ્યની બે મહત્ત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો હતો. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા હતા. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી.ચૂડાસમાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદઅમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે પહોંચી હતી. અને અત્યારસુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. એ બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.
અટારીના અવાવરું મકાનમાંથી માનવ અવશેષ મડી આવ્યા.
પીઆઇ અને સ્વીટીની વાતચીત ના વ્હોટ્સએપ ચેટના અંશો પોલીસને મળી આવ્યા
પોલીસે સ્વીટીના મોબાઇલમાંથી કેટલીક વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે પીઆઇ અને સ્વીટીની વ્હોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા છે. પોલીસને હાથ લાગેલી વ્હોટ્સએપ ચેટમાં સ્વીટી પીઆઇને કહે છે કે હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વ્હોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી હતી.
જુઓ આ શું છે સમગ્ર મામલા ની સચ્ચાઈ
વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ફરજ બજાવનાર પીઆઇ એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 49 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં. હાડકાંના નમૂના એકત્ર કરીને એફએસએલ ખાતે મોકલાતા હાડકા યુવાન વય અને મધ્યમ ઉંમરની વ્યક્તિનાં હોવાનું તારણ અપાયા બાદ પોલીસે પીઆઇ દેસાઇ તથા તેમનાં પત્ની સ્વીટી પટેલના 2 વર્ષના બાળકના સેમ્પલ લઇને એફએસએલમાં મોકલી ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો . જો કે પોલીસ આ રિપોર્ટની રાહ જોઇ રહી છે. આગામી ચારથી પાંચ દિવસમાં આ રીપોર્ટ આવ્યા બાદ આ પ્રકરણમાં મોટો ખુલાસો થાય તેવી શકયતા છે.