‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ બન્યું ‘જન આંદોલન’ વાવ ખાતે જાહેર સ્થળો પર સફાઈ અભિયાન હાથધરાયું

 દેશ સહીત સમગ્ર રાજ્યો ની સરકાર દ્વારા ગાંધીજીની જન્મજયંતી 2 ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ દેશ ના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી મોદીએ  1લી ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી 1 કલાક માટે રાષ્ટ્રની સ્વચ્છતા માટે બધાને એકસાથે અને સ્વૈચ્છિક સેવા આપવા શ્રમદાનની અપીલ કરી હતી.જે કાર્યક્રમ ના અન્વયે વાવ શહેર ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વાવ ગ્રામ પંચાયત ,ભણશાળી ટ્રસ્ટ સહીત ના વિવિધ જાહેર સ્થળો પર સફાઈ અભિયાન હાથધર્યું હતું.આજ ના આ કાર્યક્રમ અંતર્ગત વાવ તાલુકા પંચાયત કચેરી નો સ્ટાફ યુવાભાજ્પ ના પ્રમુખ ભરત સિંહ સોઢા તેમજ તેમની યુવાટીમ ,તેમજ વાવ ગ્રામપંચાયત સ્ટાફ તેમજ ગામ ના આગેવાનો મોટી સંખ્યા માં જોડાયા હતા. ગુજરાત સહીત દેશભરમાં મોદી સરકારે ગાંધી જ્યંતીના ઉપલક્ષમાં આજે 1 કલાકના શ્રમદાનની લોકોને અપીલ કરી હતી જેનો બોહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version