બનાસકાંઠા જીલ્લા માં થરાદ માં શંકાસ્પદ બાયોડિઝલ ગેરકાયદેશર હેરફેર થતી હોવાની ખાનગી રહે બાતમી મળતા થરાદ પોલીસે શંકાસ્પદ બાયોડીઝલ ભરેલ ટેન્કર ને ઝડપી પાડ્યું હતું .જેમાં સ્થાનીક મામલતદાર વસંત પટેલ સ્થળ પર રૂબરૂ જઈ જથ્થો સિઝ કરી શંકાસ્પદ બાયોડીઝલ ના નમુના ફોરેન્સિક લેબોરેટરી માં મુકાયા છે.અને શંકાસ્પદ બાયોડીઝલ ટેન્કર ને પોલીસ ને સોપવામાં આવ્યું હતું.જોકે થરાદ મામલતદાર ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું હતું કે 25000 લીટર શંકાસ્પદ બાયોડીઝલ ભરેલ ટેન્કર મુન્દ્રા થી હરિયાણા જઈ રહ્યું હતું.અને થરાદ પોલીસ દ્વારા પકડાયું હતું.જોકે આ સમગ્ર મામલે FSL રીપોર્ટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ કે આગળ ની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.