Super Exclusive ઇન્ટરવ્યુ : હાર્દિક પટેલના રાજીનામાં બાદ પાટીદાર નેતા લાલજી પટેલની તીખી પ્રતિક્રિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકરણમાં ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા જ રાજીનામાં હારમાળા સર્જાઈ છે. ગુજરાત કોંગ્રેસમાં જેને કાર્યકારી અધ્યક્ષનું સ્થાન અપાયું હતું અને પાટીદારના યુવા નેતા હાર્દિક પટેલના રાજીનામાથી રાજકીય ઉથલપાથલ સર્જાણી છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ તરફથી નારાજ હતા જેથી તેને રાજીનામુ આપી દીધું હતું.હાર્દિક પટેલના આ રાજીનામાં બાદ પાટીદારના નેતા અને એસપીજી આગેવાન લાલજી પટેલે સૌપ્રથમ વખત તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડતા પાટીદાર સમાજને કોઈ ફાયદો કે નુકશાન નહીં થાય.

પ્રશ્ન : હાર્દિક પટેલએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા આપનું મંતવ્ય ?
જવાબ : અમે અમારી જે લડત છે તે ચાલુ જ રાખીશું. સરકાર પાસે જે અમારી બે મુદ્દા માટે છેલ્લા 6 વર્ષથી લડી રહ્યા છીએ તે માગ અમે ચાલુ રાખીશું. અને જો હાર્દિક ભાજપમાં જોડાશે તો પણ અમે તેને પણ પૂછીશું. વધુમાં કહ્યું કે તેમે જેની માટે લડતા હતા અને જે પક્ષ સામે તમે અપમાનિત શબ્દો બોલતા હતા તો હવે તમે(હાર્દિક પટેલ) આ મુદ્દાનું કામ કરવો.

પ્રશ્ન : એસપીજીની હવે પછીની રણનીતિ શું હશે ?
જવાબ : અમારી 22 તારીખે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આગળની રાણીનીતની ચર્ચા કરવામાં આવશે.

પ્રશ્ન : શું હાર્દિક પટેલ અને એસપીજીનો હાલ કોઈ કોન્ટેક ખરો?
જવાબ : ના હાલ હાર્દિક પટેલ સાથે એસપીજીનો કોઈ જ સંપર્ક નથી અને પહેલા કોંગ્રેસમાં ગયો અને હવે મીડિયાના સૂત્રોમાંથી એવું સંભળાય રહ્યું છે કે કદાચ ભાજપમાં જોડાશે.

પ્રશ્ન : જો હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ તો એસપીજીનો શું સ્ટેન્ડ રહશે?
જવાબ : હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ એ એનો વ્યક્તિગત પ્રશ્ન છે પણ એસપીજી જે છેલ્લા 6 વર્ષથી બે મુદ્દાને લઈને લડત લડી રહી છે તે સરકાર સામે ચાલુ જ રહશે. જેના માટે આંદોલન થયું હતું તે મુદ્દા હજુ ઘેર ના ઘેર જ છે તો જ્યાં સુધી અમર મુદ્દાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે લડત ચાલુ જ રાખીશું.

પ્રશ્ન : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમારું શું મંતવ્ય છે?
જવાબ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેને જે પક્ષ તરફથી લડવું હોય તે લડે, સરકાર કોઈ પણ પક્ષની આવે એનાથી એસપીજીને કોઈ ફરક નથી પાડવાનો અમારી જે માગ છે એ કોઈપણ સરકાર આવશે તેના પાસે માગ પુરી કરવા લડત લડીશું.

પ્રશ્ન : હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ છોડતા સમાજ ને નુકશાન થશે કે ફાયદો ?
જવાબ : હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ છોડતા સમાજને કોઈ પણ ફાયદો કે નુકશાન થવાનું નથી અને સમાજ દ્વારા જે અનામતનું આદોલન ચાલવામાં આવ્યું હતું તેમાં લખો લોકો જોડાયા હતા અને હજુ પણ અમે અમારી અનામતની માગ માટે લડત ચાલુ રાખીશું તેમાં સમાજ અમારી સાથે જ છે.

પ્રશ્ન : પાટીદાર નેતા નરેશ પટેલનો એસપીજી સાથે શું સ્ટેન્ડ છે?
જવાબ : પાટીદાર નેતા નરેશ પટેલ અમારા વડીલ છે અને અમે તેમને હરહંમેશ કોઈ પણ મિટિંગ કે નાનામાં નાની બેઠક હોય તેમાં નિમંત્રણ આપીયે છીએ અને નરેશ પટેલ બીજરાજકીય વ્યક્તિ છે અને તેમનો સાથ સહકાર પુરેપુરો મળી રહ્યો છે આવનાર સમયમ જો તે કોઈ પક્ષમાં જોડાઈ તો તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે.

પ્રશ્ન : શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ તો પાટીદાર સમાજના નેતા પર થયેલા કેસો પાછા ખેંચાશે?
જવાબ : કેસ તો સરકારને પાછા ખેંચવા જ પડશે અને વિધાનસભા ચૂંટણી પહેલા જો કેસો પાછા નહીં ખેંચાય તો એનું ગંભીર પરિણામ આવનારી કોઈ પણ પક્ષની સરકાર રચાશે તેને ભોગવાનું રહેશે.

પ્રશ્ન : સરકાર પાસે એસપીજીની શું માંગણીઓ છે ?
જવાબ : આમારી સરકાર પાસે બે જ માંગણીઓ છે જેમાં પાટીદાર યુવાનો સામે જે કેસો થયા છે તે પાછા ખેંચવામાં આવે જે અનામત આંદોલન દરમિયાન શહિદ થયા તેના પરિવારના કોઈ વ્યક્તિને સરકારી કે અર્ધસરકારી નોકરી મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *