બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ અસ્થિર મગજ ના લોકો મળી આવે તો તેની પૂછ પરછ કરવા સુચના કરેલ હોઈ સુઇગામ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા દરમ્યાન જલોયા-નડાબેટ રોડ ઉપર એક અસ્થિર મગજની મહીલા ચાલતી જઇ રહેલ હોય જેની પુછપરછ કરતાં તેલુગુ ભાષા બોલતી હતી.જેને પો.સ્ટે. લઇ આવી તેલુગા ભાષાના જાણકારની મદદ લઇ પુછપરછ કરતાં જેનુ નામ આદિલક્ષ્મી હોવાનું અને પોતે કનિગીરી વિસ્તારની હોવાનું જણાવતાં કનિગીરી પોલીસ સ્ટેશન,આંધ્રપ્રદેશમાં સંપર્ક કરતાં કનિગીરી પોલીસ સ્ટેશન માં તા-૦૧/૦૪/૨૦૨૩ ગુમ ની અરજી થી દાખલ થયેલ હતી.જેથી આંધ્રપ્રદેશ પોલીસના સંકલનમાં રહી તેના વાલી વારસની તપાસ કરતાં તેના પતિ ભાસ્કરાઓ સ/ઓ સુંદરરાઓ માલા(અ.જા.) નાઓનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરતાં પોતાની પત્ની આદિલક્ષ્મી અસ્થિર મગજની અને ગત તા-૧૭/૦૩/૨૦૨૩ ના રોજ ગુમ થયેલ હોવાનુ જણાવેલ હતતું.સદર ગુમસુદા અસ્થિર મગજની મહીલા આદિલક્ષ્મીને લેવા સારૂ અત્રે આવવા સમજ કરતાં જેઓ આજરોજ અત્રે આવતાં તેઓની પુછપરછ કરી કનિગીરી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જાણવા જોગનાં કાગળો તથા જરૂરી આધાર રેક્ડ ચેક કરી મહીલાનો કબજો તેના પતિને સોંપી અસ્થિર મગજની ગુમ મહીલાનુ તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.