સરહદી પંથક માં વાવ તાલુકા માં કોરોના કેશો નો રાફડો ફાટ્યો છે વાવ તાલુકા ના તમામ ગામો માં કોરોના ની મહામારી કેશો જોવા મળ્યા છે જેમાં દિન પ્રતિદિન કોરોના ના કેશો નો વધારો થઇ રહ્યો છે જેમાં મોટા ભાગ ના દર્દીઓ એ ઓક્સીજન વિના પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં બનાસકાંઠા માં વાવ થી લઈને પાલનપુર સુધી કોઈ હોસ્પિટલો કોરોના ના ઓકિસજન બેડ ખાલી ના હોવાના કારણે મૃત્યુ પામતા હોય છે જેમાં વાવ તાલુકા ની વિનયન કોલેજ ખાતે અંદાજે ૬૦ બેડ ની કોવીડ કેર સેન્ટર બનાવામાં આવ્યું છે પરંતુ ઓક્સીજન અભાવે લોકો થરાદ કે અન્ય શહેર માં સારવાર બાબતે જતા હોય છે જેને લઇ વાવ તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ દ્વારા કલેકટર ને રજૂઆત કરવામાં આવી કે ડોકટર ,નર્સિંગ સ્ટાફ ,ઓક્સીજન ,વેન્ટીલેટર,જેવી તમામ સુવિધા તાત્કાલિક ધોરણે વાવ ના કોવીડ કેર સેન્ટર માં આપવામાં આવે જેવી ઉગ્ર માંગો કરવામાં આવી