- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા ના સરહદે આવેલા સુઇગામમાં પોલીસની રહેમનજર હેઠળ દલિતવાસ,મેઈન બજાર,બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં બુટલેગરો દ્વારા બાઈક પર હોમ ડિલિવરી કરી,વિદેશી દારૂનું ધૂમ વેચાણ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સુઈગામ ના યુવા એડવોકેટ એસ.એમ.મણવરે સ્થાનિક રહીશોને સાથે રાખી જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરાઈ છે,દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં અને સુઇગામ માં જ પોલીસ સ્ટેશન હોવા છતાં ખુલ્લેઆમ ઈંગ્લીશ દારૂનું ધૂમ વેચાણ કરાતું હોઈ અને જાહેરમાં દારૂ પી દારૂડિયા ગાળો બોલતા હોવા છતાં સુઈગામ તાલુકા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે રાજ્યના ગૃહમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ લેખિત રજુઆત કરાઈ
