બીપરજોય વાવાઝોડા વરસાદ ના લીધે બનાસકાંઠા જીલ્લા ના સરહદી તાલુકાઓ અનેક ગામો પાણી ગરકાવ થઇ ગયા છે.ત્યારે વાવ તાલુકાના ઉચપા ચુંવા ગંભીરપુરા સહિત વિસ્તારોના વરસાદી પાણી ભાખરી ગામની સીમ માંથી ગોલગામ તરફ તેમજ નાળોદર ગામની અંદાજે 200 હેક્ટર જમીન જળબંબાકાર જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.તેમજ વાવ લોદરાણી રોડ પરથી પાણી પસાર થતાં ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના બાળકો શાળા માં અભ્યાસ કરવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ જીવના જોખમી બાળકો અભ્યાસ કરવા જઈ રહ્યા છે રોડ પરથી પાણી પસાર થતું હોવાને લઈને સરકારી બસ અવરજવર બંધ થયેલ છે ગ્રામજનોની રજૂઆત છે કે આ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે નહિતર જમીનનો ખારી થઈ જશે અને ખેડૂતો પાયમાલ થશે.