દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ દાસુન શનાકાની બેટિંગની મદદથી એશિયા કપના (Asia Cup 2022) સુપર-4 મુકાબલામાં શ્રીલંકાએ (India Vs Sri Lanka)ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. આજ ની આ મેચ માં ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.સુપર-4માં સતત બીજા વિજય સાથે શ્રીલંકાએ એશિયા કપની ફાઇનલમાં સ્થાન લગભગ પાકુ કરી લીધું છે. સતત બીજી તરફ પરાજય સાથે જ ટીમ ઇન્ડિયાના અભિયાનનો લગભગ અંત આવી ગયો છેતેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેવું લાગી રહ્યુ છે અને હવે કોઇ ચમત્કાર જ ભારતને ફાઇનલમાં પહોંચાડી શકે છે. ભારત હવે 8 તારીખે અફઘાનિસ્તાન સામે રમશે.