યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
એક જ રાત માં ૭ દુકાનો ના તાળા તૂટ્યા …
બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર ગામે ગત રોજ તા .૧૨ /૦૧/૨૦૨૧ ના મધરાત્રે વાવ તાલુકા ના ભાટવર ગામે તાળા તૂટતા અંદાજે ૧ લાખ રૂપિયા ના મુદ્દા માલ ચોરાતા ભાટવર ગામ લોકો એ વાવ પોલીસ સ્ટેશન ધસી આવી ફરિયાદ નોધાવી હતી .જે બાબતે પીડિતો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાટવર ગામે ૧ માસ ના ટૂંકા ગાળા માં ૪ વખત ચોરીના બનાવો આવ્યા હતા .જે સદર્ભે પોલીસ ને લેખિત માં જાણ કરવા છતા આજ દિન સુધી એકપણ ચોરી નો બનાવ નો ભેદઉકેલવામાં આવ્યો નથી .તેવામાં ગત રોજ મધરાત્રી એ એકી સાથે ૭ દુકાન ના તાળા તૂટતા રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસ સામે અનેક સવાલો ઉદભવ્યા હતા. આ તસ્કર ટોળકી વિષે ફરિયાદી ઓ એ CCTV ફૂટેજ અને તસ્કર ગેંગ સાગરિકો ના નામ સરનામાં પણ જણાવ્યા તેમ છતા આ ચોરી નો બનાવ ભેદ ઉકેલવામાં આ વાવ પોલીસ કેમ મોંન ધારણ કર્યું છે જે સંદર્ભે બનાસકાંઠા જીલ્લા વડા પોલીસ અધિકારી આ પ્રકરણ ની તપાસ તેવી લોકો ની ઉગ્રો માંગો કરાઈ હતી …