બનાસકાંઠા જિલ્લાનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી અંબાજી ખાતે દૂર દૂરથી અનેક લોકો માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે જ્યારે અંબાજી એસટી ડેપો દ્વારા પણ વિવિધ રૂટ પર બસો મૂકવામાં આવેલી છે એસટીમાં મુસાફરી કરી લોકો સફળતાપૂર્વક પોતાની યાત્રા પૂર્ણ કરતા હોય છે જ્યારે અંબાજી એસટી ડેપો દ્વારા છેલ્લા કેટલાય સમયથી લોકોની માંગ હતી કે ઉમરગામ-અંબાજી સ્લીપર કોચ બસ સેવા શરૂ કરવામાં આવે જે માંગને ધ્યાનમાં રાખી નિગમ દ્વારા એસટી ડેપો અંબાજીને નવું વાહન અપાતા અંબાજી એસટી ડેપોના મેનેજર અને સ્ટાફ દ્વારા આ નવા વાહનને સંચાલનમાં મૂકવામાં આવ્યું હતું જેમાં અંબાજી-ઉમરગામ સ્લીપર કોચ બસ સેવા શરૂ કરવામાં આવી હતી અનેક લોકો આ સ્લીપર કોચ બસ સેવા શરૂ કરવા માટે માંગ કરતા હતા જેને પગલે અંબાજી ડેપો દ્વારા આ બસ સેવા શરૂ કરવામાં આવી હોવાનું ડેપો મેનેજર રઘુવીરસિંહએ જણાવ્યું હતું જ્યારે સ્થાનિક વિજય દેસાઈએ પણ અંબાજીથી ઉમરગામ સ્લીપર કોચ બસ સેવા શરૂ થતા એસટી ડેપોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે લોકોને લાંબા રૂટમાં મુસાફરી કરવામાં સરળતા રહેશે અને આ બસ લોકોને ઉપયોગી થશે અને એસટી ડેપોને પણ વધુ આવક કમાવી આપશે…