સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાવ દ્વારા આયોજિત સ્કિલ સમર કેમ્પ -2023 મા ધોરણ -8,9,10 ના વિદ્યાર્થી ધરગથું તાલીમ અર્થ વર્કશોપ નું આયોજન પ્રિન્સિપાલ તથા તમામ સ્ટાફ મિત્રો દ્વારા કરાયું હતું. જેમાં મુખ્ય મેહમાન તરીકે પધારેલ તડાવ શાળા ના પ્રિન્સિપાલ નું પુસ્તક રૂપી ભેટ અર્પણ કરી વિશેષ સન્માન કર્યું. પ્રિન્સિપાલ આર. આર. પ્રજાપતિ દ્વારા પ્રાયોગિક તાલીમ ની સમજ તેમજ ભવિષ્ય ની કારકિર્દી વિશે માહિતી આપી હતી તથા વિધાર્થી ઓ ને નોટ, બોલપેન, ને ફાઈલ આપી બધા જ વર્કશોપ માં મુખ્ય ઓજારો તેમેજ મહત્વના મશીનો ને તાલીમાર્થી દ્વારા બનાવેલ મોડેલ વિશે માહિતગાર કર્યા હતા… તેમજ મુખ્ય મેહમાન દ્વારા વિધાર્થી ઓ ને સ્કિલ નું મહત્વ સમજાવ્યું… અંદાજિત 110 વિધાર્થી ઓએ સ્કિલ સમર કેમ્પ માં ભાગ લીધો હતો અને પ્રથમ વખત યોજાનાર સમર સ્કિલ વર્કશોપ 2023 ને ભવ્ય સફળ બનાવ્યું હતું.

