ધાનેરા માં આંગણવાડી ની બહેનોની અટકાયત કરવામાં આવી ગાંધીનગર વિધાનસભા નો ધેરાવો કરે તે પહેલા આંગણવાડી બહેનો ને સામરવાડા થી અટકાયત કરવામાં આવી અટકાયત કરીને 20 જેટલી બહેનોને ધાનેરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી ત્યારબાદ ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનોએ આંગણવાડી બહેનોની મુલાકાત લીધી હતી ત્યારબાદ મીડિયા સમક્ષ જણાવતા કહ્યું હતું કે આગળથી તેમના રજીસ્ટરો આવતા નથી અને બાળકોને વ્યવસ્થિત ભણાવી શકતા નથી અને તેમને સરકાર તરફથી મોબાઇલ મળેલ છે પણ whatsapp આવતા નથી અને સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં બાળકો માટે જે પણ આવતો પુરવઠો બહેનો પોતાના સ્વખર્ચે કેન્દ્ર સુધી લઈ આવે છે તે પુરવઠો કેન્દ્ર સુધી પહોંચાડે તેવી સરકાર જોડે માંગણી છે તેવી વિવિધ પ્રકાર ની માંગણીઓ ને લઈને ગાંધીનગર કુચ કરતા પહેલા અટકાયત કરી નજર કેદ કર્યા હતા જો સરકાર માંગણીઓ પૂરી નહિ કરે ત્યાં સુધી આંગણબંધ જ રહેશે તેમ જણાવ્યું હતું