દેશ ની પહેલી મોટરસ્પોર્ટ્સ ડ્રાઇવમાં ગુજરાતનું નામ રોશન કરતા સિદ્ધાર્થ દોશી

  • દિયોદર તાલુકાના લીલાદર ગામના સિદ્ધાર્થ_દોશી નું અનોખું સાહસ..
  • દેશ ની પહેલી મોટરસ્પોર્ટ્સ ડ્રાઇવમાં ગુજરાતનું નામ રોશન  કરતા સિદ્ધાર્થ દોશી

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર (લલિત દરજી)

આજના યુવાનો માટે એક પ્રેરણા દાયક કિસ્સો સામે આવ્યો છે ,બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલાધર ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા સિદ્ધાર્થ દોશી એ ૭૩ કલાક નું નોનસ્ટોપ ડ્રાઇવિંગ કરીને મોટર સ્પોર્ટ્સ માં  અનોખી સિધ્ધિ મેળવેલ છે વધુમાં જાણવા મળતી  માહિતી પ્રમાણે સિદ્ધાર્થ દોશીએ ચંદીગઢ , ઝાંસી , નાગપુર, હૈદરાબાદ ,અને બેંગલુરુ ખાતે નાનકડો વિરામ લીધો હતો અને માત્ર ૭૩ કલાકમાં સફર ને પૂર્ણ કરી હતી જે ખૂબ જ સાહસિક અને પ્રેરણાદાયક છે .કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઘ્વારા વર્ચ્યુઅલ ફ્લેગ ઑફ કરી ને આ રાઈડ શરૂ કરવામાં આવી હતી .લેહ થી કન્યાકુમારી સુધી નું અંતર માત્ર ૭૩ કલાક માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.સિદ્ધાર્થ દોશી એ અવિરત ૭૩ કલાકની ડ્રાઈવ કરીને  આપણા દેશની આ પહેલી મોટર સ્પોર્ટસ ડ્રાઇવ માં ત્રીજો નંબર મેળવ્યો હતો જે બનાસકાંઠા માટે ખુબજ ગૌરવ લેવાની બાબત છે .આ ડ્રાઇવ માં સિદ્ધાર્થ દોશી એ ૩૮૮૯ કિલોમીટરની સફર ખેડી હતી અને ૭૩ કલાક માં આટલું અંતર કાપ્યું હતું.જેનો રેકોર્ડ ગુજરાત બુક ઓફ રેકોર્ડ ,એશિયા બુક ઓફ રેકોર્ડ તથા નેપાળ બુક ઓફ રેકોર્ડ માં નોંધવામાં આવ્યો હતો.આ ડ્રાઇવ બિગબાશ સ્પોર્ટ્સ લીગ ઘ્વારા યોજવામાં આવી હતી.સિધ્ધાર્થ દોશીના આ સાહસને સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ તેમજ કોર્પોરેટર કેતનભાઈ શાહે પણ આવકારી તેમનું સ્વાગત કર્યું હતું

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version