
ડીસા તાલુકાના થેરવાડા થી ભડથ ગામ જતા રોડની સાઈડમાં ખાડામાં પડેલ બીમાર નંદીને સારવાર અપાઈ હતી. આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામ થી ભડથ ગામ જતા રોડની સાઈડમાં બિમાર હાલતમાં નંદી પડ્યો હતો. જેની જાણ પસાર થતા જીવદયા પ્રેમીઓને થતા તેઓએ તાત્કાલિક ધોરણે નંદિની સારવાર માટે ડીસા ખાતે આવેલ રાજપુર પાંજરાપોળ માં જાણ કરી હતી જેથી રાજપુર પાંજરાપોળ ની ટીમ તાત્કાલિક ધોરણે ડીસા તાલુકાના થેરવાડા થી ભડથ ગામ તરફ જતા રોડની સાઈડમાં પહોંચ્યા હતા જ્યાં બિમાર હાલતમાં પડેલ નંદીને એમ્બ્યુલન્સ મારફતે રાજપુર પાંજરાપોળ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી