બનાસકાંઠા જીલ્લા ના નડાબેટ ખાતે થી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ બનાસકાંઠા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા નું સુઈગામ તાલુકા ના નડાબેટ નડેશ્વરી માતા ના મંદિર થી પ્રસ્થાન કરાયું હતું.જેબાદ બેણપ ડેડાવા માડકા થી વાવ પહોચી હતી.જ્યાં વાવ ના રામજીમંદિર ખાતે નાની બાળાઓ દ્વારા યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાપી મઠ ના મહંત અંકિતપૂરી બાપુ તેમજ રામલખનબાપુ ચારડા સહીત વાવ ગામ ના અગ્રણી સહીત વાવ બજરંગ દળ ના કાર્યકર્તાઓ તેમજ વિશ્વ હિંદુ પરિષદ ના કાર્યકરો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.જોકે આ યાત્રા મહિના સુધી વિવિધ ગામડાઓ માં પહોચી ધર્મ પ્રત્યે જાગરૂકતા પહોચાડવા નું કામ કરશે તેમજ અંબાજી ખાતે પહોચી યાત્રા સમાપન કરાશે.