વિશ્વમાં ભારત સૌથી યુવાનો દેશ બન્યો છે ત્યારે આજનો હિન્દુ યુવાન આપણા રાષ્ટ્રનો શક્તિ કેન્દ્ર શે. શ્રી રામ જન્મભૂમમાં જન્મભૂમિ મુક્તિ આંદોલનના ગર્ભવતી વિશ્વ હિન્દુ પરિષદ ના યુવા સંગઠન તરીકે બજરંગ દળનો આઠમી ઓક્ટોબર 1984 માં ઉદય થયો. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષે એટલે કે ષષ્ટીપૂર્તિ સંતનોના આહવાન ઉપર “બજરંગદળ શૌર્ય જાગરણ યાત્રાનુ આયોજન સમગ્ર ભારત દેશો થયું છે .ત્યારે 30 સપ્ટેમ્બર થી 14 ઓક્ટોબર 2023 સુધીમાં ભારતભરમાં બજરંગ દળ દ્વારા શોર્ય જાગરણ યાત્રાનું આયોજન થયું છે.
બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમે બેઠેલા નડેશ્વરી ધામ ખાતે થી અંબાજી ધામ સુધી આ યાત્રા પૂર્ણ થશે આજે દિયોદર ખાતે શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા. દિયોદરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો લોકોએ આ શોર્ય યાત્રાનું ખૂબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જય જય શ્રી રામના નારા સાથે દિયોદર હિંદુ બહેનો દ્વારા રથમાં આરૂઢ શ્રીરામસીતા માતાની આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે દિયોદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને શૌર્ય જાગરણ યાત્રાના બજરંગ દળ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ કાર્યક્રમનો ઉદ્દેશ હિન્દુ યુવાનોમાં આપણા પૂર્વજો પ્રત્યે ગૌરવ નો ભાવ જાગૃત કરવો, અમર બલિદાનોના જીવન ચરિત્ર માંથી પ્રેરણા લઈ દેશ માટે જીવવું એવો સંકલ્પ લેવો, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા જાગૃત થાય તે મુખ્ય ઉદ્દેશ થી આ યાત્રા નું આયોજન કરાયું હતું.