પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગત અઠવાડિયે એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને પણ સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ટૂર્નામેન્ટ પહેલા તે ઇજાગ્રસ્ત થઇ ગયો છે અને તેના રમવા પર શંકા છે. શાહીન આફ્રિદીને શ્રીલંકા વિરૂદ્ધ આ મહિનાની શરૂઆતમાં ઘૂંટણમાં ઇજા થઇ હતી. તે અત્યાર સુધી અનફિટ છે. બીજી તરફ એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થઇ રહી છે. પાકિસ્તાનની ટીમ પોતાના અભિયાનની શરૂઆત ભારત વિરૂદ્ધ દૂબઇમાં 28 ઓગસ્ટથી કરશે.જોકે, શાહીન આફ્રિદી પાકિસ્તાન ટીમ સાથે નેધરલેન્ડ પ્રવાસે જઇ રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યુ હતુ કે ટીમ ડૉક્ટર અને ફીઝિયો ફાસ્ટ બોલરનું ધ્યાન રાખી રહ્યા છે અને તેમના રમવા અથવા ના રમવા પર ટીમ મેનેજમેન્ટ અંતિમ નિર્ણય કરશે. હવે તેની પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે પોતાના વિચાર રજૂ કર્યા છે અને જણાવ્યુ છે કે ભારત વિરૂદ્ધ અથવા એશિયા કપમાં શાહીન આફ્રિદીનું નામ હોવુ પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
સલમાન બટે કહ્યુ કે તે સતત પીસીબીને શાહીન આફ્રિદીને આરામ આપવાની અપીલ કરતો રહ્યો છે પરંતુ તેની કોઇ સાંભળતુ નથી. બટે પોતાની યૂ ટ્યુબ ચેનલમાં કહ્યુ- શાહીન આફ્રિદીના ના રહેતા પાકિસ્તાનનું બોલિંગ એટેક શાનદાર અને પ્રભાવી નહી હોય. જોકે, આ યુવા ફાસ્ટ બોલર માટે સારી તક છે. નસીમ શાહ અને શાહનવાઝ દહાનીને સાબિત કરવાની તક મળશે કે તે જવાબદારી ઉઠાવી શકે છે. અમે હંમેશા શાહીન આફ્રિદીના ખભાથી ભાર હટાવવાની વાત કરી છે અને તેણે દરેક જગ્યાએ ના રમાડવાની અપીલ કરી છે પરંતુ આવુ થયુ નથી.
સલમાન બટ્ટે કહ્યુ- દરેક મેચમાં શાહીનને સામેલ કરવાથી આ થયુ કે હવે તે ઇજાગ્રસ્ત થઇ ગયો છે. જો તે એશિયા કપમાં નથી રમતો તો પાકિસ્તાનનો યુવા ફાસ્ટ બોલર માટે સારી તક હશે. જો યુવા ફાસ્ટ બોલર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહે છે તો પીસીબી પર આ સવાલ જરૂર ઉભા થશે કે તેમણે પહેલા તક કેમ ના આપવામાં આવી.