વાવ તાલુકાના ટડાવ ગામે આવેલી પ્રા.શાળામાં એક અઠવાડિયાથી પીવાનુ પાણી આવતું નથી જેને લઇ શાળાના બાળકો શિક્ષકો હાલાકી ભોગવી રહ્યા છે.વાવના ટડાવ ગામે રામાસરા થી પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવે છે જે પાઇપલાઇનમાં બિન કાયદેસર કનેકશનો લીધેલ હોઈ પ્રેસરથી પાણી આવતું ન હોઈ ટડાવ ગામની પ્રા.શાળા નં. 1અને2માં પાણી આવતું નથી જેને લઇ શાળાના બાળકો હાલાકી ભોગવી રહ્યા છે. શિક્ષકોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ આવેલ નથી જેને લઇ શાળાના બાળકોને ઘરેથી બોટલ લઇને આવવાની ફરજ પડી રહી છે જેને લઇને શાળાના શિક્ષકો દ્વારા સત્વરે શાળામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
