આઝાદીના “અમૃત મહોત્સવ” અંતર્ગત આજથી શરૂ થયેલ ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના મહેમદાવાદથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો સરકાર નો સંકલ્પ છે. વાવ તાલુકા ના ટડાવ અને તીર્થગામ ખાતે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સરકારે કરેલા વિકાસના કામોની માહિતી તથા વિકાસ ના કામો ના ખાતમુહૂર્ત અંગેની વિસ્તૃત જાણ કરી હતી દરમિયાન મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને કીટ તથા પ્રમાણપત્ર તથા આંગણવાડી ના દીકરા દીકરી ઓ ને ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી વાવ દ્વારા ઉપસ્થિત ગ્રામ જનો નો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ માં વાવ મામલદાર ,વાવ તાલુકા વિકાસ અધિકારી રાહુલ ભારદ્વાજ ,પશુપાલક નિયામક ,વાવ તાલુકા પંચાયત ના પ્રમુખ ,હસેંગભાઈ વેઝીયા,રામજીભાઈ નાયબ મામલદાર ,વાવ ના સરપંચ પુત્ર ઠાકરસિંહભાઈ વેણ ,વાવ તાલુકા પંચાયત ના એકાઉન્ટર ભરતભાઈ ત્રિવેદી તેમજ વાવ તાલુકા પંચાયત નો સ્ટાફ ગણ તેમજ વાવ તાલુકા ભાજપ ના હોદેદારો તેમજ આગેવાનો અગ્રણી કાર્યકર્તા ઓ પાંખી હાજરી આપી હતી