ભારતીય જનતા પાર્ટીમાં બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયા કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી રહી હતી. ડીસા તાલુકાના વાહરા ગામના ભરતજી લાડજીજી ઠાકોર નાની ઉંમરમાં મોટી લોકચાહના મેળવી છે. કોઈપણ કાર્ય હોય ને સદાય તત્પર રહેતાં લોકપ્રિય યુવાન અને યુવા પત્રકાર એવાં ભરત ઠાકોર બનાસકાંઠા જિલ્લા સોશિયલ મીડિયા કારોબારી સભ્યો માં વરણી થતાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. સગા સંબંધી પાર્ટીના કાર્યકર્તા અને મિત્રો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ભરત ઠાકોર દ્વારા જણાવ્યું હતું કે મારા પર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીમા બનાસકાંઠા જિલ્લા સોશિયલ મીડિયા કારોબારી સભ્યમાં જવાબદારી આપવા બદલ માન્ય શ્રી સી.આર.પાટીલ ,રજનીભાઈ પટેલ,જિલ્લા પ્રભારી નંદાજી ઠાકોર, પ્રદેશ સોશિયલ મીડિયા કારોબારી સદસ્ય ગૌરાંગભાઈ પાધ્યા,જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ,સુરેશ શાહ, આકાશભાઈ દરજી,જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટકે કેદારસિંહ ચૌહાણ,જિલ્લા સોશિયલ મીડિયા કારોબારી સદસ્ય મિથુનભાઈ ઠાકોર અને પાર્ટીના કાર્યકર્તાનો આભાર વ્યક્ત કર્યો હતો.