થરાદમાં SBI Bankએ વીમા કવચ યોજના અંતર્ગત એક પરિવારને મોટી રાહત આપી છે. બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા ગંગારામભાઈના પરિવારને બેંકે ૧૦ લાખ રૂપિયાનો વીમા ક્લેઇમ ચૂકવ્યો છે.

આ વીમા કવચ યોજના અંતર્ગત ખાતાધારકે માત્ર વાર્ષિક ૫૦૦ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું હોય છે. ગંગારામભાઈએ પણ આ યોજનામાં જોડાઈને વાર્ષિક પ્રીમિયમ ભર્યું હતું. તેમના અકસ્માતમાં મૃત્યુ બાદ તેમના પરિવારજનોને બેંક તરફથી વીમા રકમ ચૂકવવામાં આવી છે.SBI Bankએ તમામ ગ્રાહકોને આ પ્રકારની વીમા યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. બેંક દ્વારા આપવામાં આવતી આ યોજના પરિવારો માટે સુરક્ષા કવચ સમાન છે. વીમા રકમ મેળવ્યા બાદ મૃતકના પરિવારજનોએ SBI Bankનો આભાર વ્યક્ત કર્યો હતો.