બનાસકાંઠા ના ભાભર ખાતે સદવિચાર વિકાસ ટ્રસ્ટ આયોજિત ગાયત્રી ગર્લ હાઇસ્કૂલ ખાતે વાવ સુઈગામ ભાભર ઠાકોર સમાજ નો તેરમાં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું.આજ ના આ કાર્યક્રમ માં ૩૪ જેટલા નવ યુગલો એ પ્રભુતા માં પગલા માંડ્યા હતા. જેમાં તમામ નવ દંપતી ઓને ઠાકોર સમાજ ના યુવાનોએ કરિયાવર માં વૃક્ષો આપીને આર્શીવાદ આપ્યા હતા. વાવ દિયોદર રાધનપુર ઠાકોર સમાજ ના ત્રણેય વિધાનસભા ના ધારાસભ્યોએ સહીત ટોટાણા સંત શ્રી દાસ બાપુ સહિત ના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.અને નવ દંપતી ઓને આર્શીવાદ આપ્યા હતા.ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને તેવું દાસ બાપુ એ આર્શીવાદ રૂપે સૌને અપીલ કરી હતી.આજ ના આ કાર્યક્રમ માં ગેનીબેન ઠાકોર ,લવિંગજી ઠાકોર ,કેશાજી ચૌહાણ સહીત ઠાકોર ના સમાજ ના આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માં ઠાકોર સમાજના સમૂહલગ્નમાં હાજરી આપતી સમયે ગેનીબહેન દ્વારા સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી. સાથે કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી પતિ-પત્ની કમાતા ન થાય ત્યાં સુધી ઘરે પારણું ન બાંધવું. ઠાકોર સમાજમાં લગ્નપ્રસંગમાં ડીજે વગાડવાના કારણે કેટલીક સમસ્યાઓ સર્જાતી હોવાનું ગેનીબહેન ઠાકોર જણાવી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી સમાજના આગેવાનોને લગ્નપ્રસંગમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યા છે. ભાભરમાં આયોજી ઠાકોર સમાજના સમૂહલગ્નમાં પણ ગેનીબહેન દ્વારા ડીજે પર પ્રતિબંધ મૂકવાની વાતે વધુ એકવાર દોહરાવી હતી