સરહદી બનાસકાંઠા જીલ્લા માં જેમ જેમ કોરોના કેશો માં દિન પ્રતિદિન વધારો થઇ રહી છે જેમાં ત્રીજી લહેર ની તૈયારી ના ભાગ રૂપે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ૫૦ લાખ ના ખર્ચે RTPCR લેબ ચાલુ કરવામાં આવી છે જેમાં પ્રતિ દિવસ ૫૦૦ જેટલા ટેસ્ટ ચેક કરવાની ક્ષમતા આધુનિક ટેકનીક થી સજ્જ આ લેબ નું ઉદ્ધાટન બનાસકાંઠા ના સાસંદ પરબતભાઈ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર સહીત તાલુકા ભાજપ ના આગેવાનો તેમજ હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં વાવ સુઈગામ ભાભર થરાદ સહીત ના લોકો ના આરોગ્ય માટે સારી ઉપલબ્ધી કહી શકાય તેમ છે બનાસકાંઠાનાં સરહદી તાલુકા સુઈગામ, ભાભર, વાવ, થરાદ, ધાનેરા, દિયોદર, કાંકરેજના આરટીપીસીઆર સેમ્પલનું તાત્કાલિક ધોરણે ત્યાં જ ટેસ્ટિંગ થઈ શકશે .
ત્રીજી લહેર ની આશંકા ને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જણાવામાં આવ્યું હતું કે સરહદી વિસ્તાર ના લોકો ને તકલીફ ના પડે તે હેતુ થી ડીસામાં, થરાદમાં અને ભાભરમાં ચાર હોસ્પિટલોમાં આરટીપીસીઆર લેબ ચાલુ કરવાની સુચના મળી હતી. તેના અનુસંધાને હાલમાં પહેલા તબક્કે થરાદમાં આરટીપીસીઆર લેબ કાર્યરત કરવામાં આવી છે.