સરહદી બનાસકાંઠા ના થરાદ સાચોર હાઇવે પર પેટ્રોલ પમ્પ પર લૂંટ ની ઘટના સામે આવી છે અને સમગ્ર ધટના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અજાણ્યા લોકો સ્વીફ્ટ ગાડી માં આવી બંદૂક ની અણીએ એ મારકૂટ કરી લૂંટ ચલાવી હતી પાંચ લાખ સિત્તેર હજાર ની લૂંટ કરી નાસી ગયા હતા.
સાચોર થરાદ હાઇવે પર લૂંટ ની ઘટના થી સમગ્ર થરાદ પંથક માં ચકચાર મચી જવા પામી હતી આ સમગ્ર મામલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.થરાદ પોલીસ ધટના સ્થળે પહોચી સી.સી.ટી.વી. ફૂટેજ લઇ પોલીસે તપાસ નો દોર શરુ કર્યો .