
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : ગુજરાત
ગુજરાતમાં લાંબા સમય બાદ આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. જેવાકે અરવલ્લી, કચ્છ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતુંગુજરાતમાં લાંબા સમય બાદ આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી, કચ્છ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. શામળાજી સહિત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે મેઘરજ, રામગઢી, ભિલોડા વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સીઝનનો અત્યારસુધીમાં માત્ર સાડા આઠ ઈંચ જ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો ભિલોડા તાલુકામાં સીઝનનો 6 ઈંચ જ વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજમાં પોણા આઠ ઈંચ, ધનસુરા અને માલપુરમાં તાલુકામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.તો બાયડમાં 10 ઈંચ અને મોડાસામાં 12 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. વરસાદની અછત વચ્ચે કચ્છના રાપરના આડેસર વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્રો હરખાયા હતા. ખેડૂતોને પોતાનો પાક બરબાદ થવાની ચિંતા હતી પરંતુ વરસાદ વરસતા થોડી રાહત મળી છે. ઉપરાંત બનાસકાંઠાના દાંતામાં પણ વરસાદ વરસ્યો હતો. જન્માષ્ટમી પહેલા જ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા મગફળી, તલ, કપાસ જેવા પાકને ફાયદો થશે.