- જાગૃતિ માટે પાલનપુરમાં ડોકટરોની PPE કીટ પહેરી રેલી
કોરોના સંક્રમણથી લોકોને સુરક્ષીત રાખવા ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પાલનપુરના ડૉક્ટર દ્વારા જન-જાગૃતી વધારવા માટે પી.પી.ઈ. કીટ, ફેસ શિલ્ડ અને માસ્કન સાથે પાલનપુર શહેરના જોરાવર પેલેસથી નિકળી ગુરુનાનક ચોક, સિટીલાઈટ રોડ, દિલ્હીગેટ, સિવીલ હોસ્પિટલ, કિર્તીસ્તંભ વિસ્તારમાંથી ફરી હતી અને ગુરુનાનક ચોક ખાતે રેલીનું સમાપન કર્યું હતું. રેલીમાં સંસદ સભ્ય પરબત પટેલ, ડીડીઓ અજય દહીંયાં , ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, ડૉ. એચ. જી. ભાવસાર,ડૉ એન. કે. ગર્ગ, સહિત લોકો જોડાયા હતા.