બનાસકાંઠા ના લાખણી માં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો યુથ કોંગ્રેસ ના કાર્યકરો પૂતળા દહન તેમજ હાઇવે ચકાજામ કરતા પોલીસ વચ્ચે ઘર્ષણ બેનરો સાથે વિરોધ પરદર્શન કરવા જતાં ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂત અને શિવાભાઈ ભુરિયા ની પોલીસ દ્વારા અટકાયત ગેસના બાટલા અને તેલ ના ડબ્બા મોંઘવારી ના વિવિધ બેનરો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી રેલી યોજી લાખણી મામલતદાર ને આવેદન પત્ર આપ્યું આ પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા અને થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધુડાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધરાજસિહ ચૌહાણ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી જયેશ કરમટા, અંકિતા ઠાકોર, ગીતાબેન નાઈ સંજયભાઈ દેસાઈ અને બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી તેજાભાઇ દેસાઈ ગોઢા,આર.કે.સોઢા, કુલદિપ ગૌસ્વામી નરસિંહ કાલોર દિયોદર વિધાનસભા યુથ પ્રમુખ સુરેશ ગળસોર, ડીસા વિધાનસભા પ્રમુખ પ્રકાશ દેસાઈ થરાદ યુથ પ્રમુખ અલ્પેશ જોષી સહિત ડેલીગેટો હોદેદારો અને બહોળી સંખ્યામાં જાહેર જનતા જોડાઈ હતી..