હીરાબા ને સો વર્ષની ઉંમરમાં પણ કોઈ રોગ નથી કોઈ તકલીફ નથી સો વર્ષમાં આજે તેઓ પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે પોતાના તમામ કામ વર્ષો સુધી જાતે કરતા રહ્યા છે. તેઓ તેમના મોટા દીકરાના ઘરે તેમની સાથે જ રહે છે. ભગવાનની ભક્તિમાં તેઓ વધારે સમય વ્યતીત કરે છે. ખોરાકની વાત કરીએ તો ખીચડી દાળ-ભાત તેમજ લાપસી જેવું સાદું ભોજન તેમને પસંદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેઓને મળવા આવે છે ત્યારે તેઓ તેમની સાથે અચૂક ભોજન લેતા હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા આજે સોમા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે, ત્યારે તેઓ હંમેશાથી સામાન્ય નાગરિક તરીકેનું જીવન જીવતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હોવા છતાં પણ હીરાબાએ કોઈ VVIP સુવિધાઓ ભોગવી નથી પરંતુ સામાન્ય માણસની જેમ તેઓ હંમેશા જીવન વ્યતીત કરી રહ્યા છે. નોટબંધી સમયે પણ લાઇનમાં જોવા મળ્યા હતા.
સામાન્ય ઘરમાં વર્ષોથી રહે છે અનેક પ્રકારની સરકારી સુવિધાઓ ભોગવી શકે છે પરંતુ તેમણે vvip સરકારી સુવિધાઓ અનુભવતા જોઈ શક્યા નથી. વેક્સિન જ્યારે આપવામાં આવી હતી ત્યારે પણ તેમણે તેમનો નંબર આવ્યો ત્યારે તેમણે વેક્સિન લીધી હતી.
હીરાબા પણ લાઇનમાં ઊભા રહીને 500 રૂપિયાની નોટ પણ નોટબંધી સમયે બદલાવી હતી અને તેઓ પણ નોટ બંધીમાં લાઈનમાં ઊભા રહ્યા હતા. સામાન્ય ભારતીયની જેમ સામાન્ય નાગરિક તરીકે તેઓ સતત જીવન વ્યતીત કરતા આવ્યા છે.