પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસમાં વડાપ્રધાન સુરતની મુલાકાત કરશે અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ખુલ્લા મુકશે તેમજ 3 હજાર 400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે. આ મહિનાની 29મી તારીખે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત માટે આવશે અને આ દરમિયાન તે 3400 કરોડ કરતા વધારે રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
સુરત આવી રહેલા વડાપ્રધાનના આયોજનની તૈયારી થઇ રહી છે અને વિવિધ પ્રોજેક્ટ અને વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના 672 કરોડ, ડ્રેનેજ પ્રોજેક્ટ, ડ્રિમ સિટીના કાર્ય માટે 3.370 કરોડ, બાયોડાયવર્સીટી પાર્ક સહીત અનેક કર્યોના લોકાર્પણ અને ખાતમુર્હત કરશે. આ ઉપરાંત શહેરના ટ્રાન્પોર્ટેશન માટે સીટી બસ અને બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વ્હીકલ તેમજ હેરિટેજ રિસ્ટોરેશન સહીતના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
સુરતમાં હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરુ કરવામાં આવેલા મહત્વકાંક્ષી પ્રોજેક એવા રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સીટી પ્રોજેક્ટનું કાર્ય ખુબ જ ગતિથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીના ડ્રિમ સીટીના 103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ 1 નું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તૈયાર થયેલા ડ્રિમ ડીટીના મુખ્ય પ્રવેશદ્વારનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાનના ડ્રિમ સિટીના કુલ 369.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.