
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ
બનાસકાંઠા માં શાળામાં વિવિધ પ્રકારની કામગીરીને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રે 24 શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે જેમાં થરાદ તાલુકા માંથી વડગામડા પ્રાથમિક કેન્દ્ર શાળા માંથી રાયમલભાઈ ઉમાભાઈ પરમારે પ્રથમ નંબર મેળવી સમગ્ર તાલુકા અને ગામ નું ગૌરવ વધાર્યું છે જેઓએ બાળકોને શિક્ષણમાં વિવિધ ક્ષેત્રે તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી પહોંચાડે છે તેમજ કોરોના કાળમાં પણ ખુબ જ સરાહનીય કામગીરી કરેલ છે તેઓ હોય ધોરણ ૧ થી ૫ માં વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે તેઓ પોતાના વિવિધ કાર્યો દ્વારા જેવા કે ઓનલાઇન શિક્ષણ આપવું શેરી શિક્ષણ ટેકનોલોજી દ્વારા બાળકોને શિક્ષણ આપેલ છે પહેલા પણ જેઓનું વિવિધ ક્ષેત્રે સન્માન થયેલ છે આવી ખૂબ જ શૈક્ષણિક સારી કામગીરી કરતા તેઓને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન પત્ર પાંચ હજાર રૂપિયાનો ચેક અને શાલ ઓઢાડી તેમને સન્માનિત કરવામાં આવ્યા જેથી તેમના પરિવાર શાળા સમાજમાં અને ગામમાં ખૂબ આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને હજુ પણ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે