વાવ માર્કેટ યાર્ડના કોન્ફરન્સ હોલ ખાતે શ્રી વાવ થરાદ સુઈગામ અને ભાભર ચાર પરગણા પ્રજાપતિ સમાજ ના યુવાનો દ્વારા આગામી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન કેમ્પ યોજાયો જેમાં અનુભવી શિક્ષકો દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રવક્તા જે.બી. પ્રજાપતિ પાલનપુર . ડો.મહાદેવભાઇ પ્રજાપતિ. કલ્પેશભાઈ પ્રજાપતિ આઈ.ટી.આઈ પ્રોફેસર વાવ. દેવરામભાઈ પ્રજાપતિ સુથાર નેસડી અને માધાભાઈ પ્રજાપતિ ભાટવરએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ પ્રજાપતિ કોરેટી એ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ પ્રજાપતિ મેઘપુરા, વશરામભાઈ પ્રજાપતિ ભાટવર, સુરેશભાઈ પ્રજાપતિ પોલીસ કોન્સ્ટેબલ .પ્રવીણભાઈ મમાણા, ધુડાભાઈ લિંબાળા, અરવિંદભાઈ ઉચપા તેમજ ચારે પરગણા ના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 10અને 12 ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.
માર્કેટયાર્ડ વાવ ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન કેમ્પ યોજાયો

Leave a Comment