ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ નું બેફામ વેચાણ થઈ રહયું છે જેમાં અંબાજી વિસ્તારમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ અને દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે જેમાં અંબાજી પોલીસ સ્ટેશનની નજીક આવેલ બસ સ્ટેન્ડ ભાટવા અંબિકા ભોજનાલય ની પાછળ આઠ નંબર કુંભારીયા જેવા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વહેંચાઈ રહ્યો છે.ત્યારે અંબાજી વિસ્તારમાં દારૂના ધમતા સ્ટેન્ડની સામે પોલીસની કામગીરીને લઈ અનેક સળગતા સવાલ ઉઠવા પામ્યા છે.હપ્તાના જોરે અંબાજી વિસ્તારમાં દારૂના ધંધાએ જોર પકડ્યું છે.તંત્ર દ્વારા અંબાજી વિસ્તારમાં જે જગ્યાએ દારૂના સ્ટેન્ડ છે ત્યાં ઓચિંતી રેડ કરી તેના વિરુધ ફરિયાદ દાખલ કરવામાં આવે જરૂરી બન્યું છે.હવે જોવું એ રહ્યું આ સમાચાર બાદ પણ આ દારૂનું સ્ટેન્ડ બંધ થાય છે કે જેસે ચલતે હૈ વેસે ચલને દો કી નીતિ અપનાવાય છે.