બનાસકાંઠા માં મીની દ્વારકા તરીકે જાણીતા વાવ તાલુકા ના ઢીમા ધામ ખાતે પુનમના લોક મેળાને અનુલક્ષીને હજારો ભાવિક ભક્તો દુર દુરથી પગપાળા દર્શનાર્થે જતા હોય છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટે અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. ઢીમા ખાતે રવિવાર ના પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડી ભગવાન ધરણીધરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને લોક મેળાની મજા માણી હતી. પ્રસંગે સૌરાષ્ટ્ર, મુંબઇ, સુરત, અમદાવાદ અને રાજસ્થાન સહિત દૂરદૂરના સ્થળોઓથીભાવિકોઉમટીપડ્યાહતા.મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે ચૌદસના દિવસે શનિવારે પદયાત્રિકોની સેવા માટે વાવ અને થરાદના માર્ગો ઉપર સેવા કેમ્પો પણ ખોલવામાં આવ્યા હતા.