બનાસકાંઠા જિલ્લાનાઓએ જીલ્લામાં મિલકત સબંધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, શ્રી એસો વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા શ્રી કે.બી.પટેલ, સર્કલ પો.ઇન્સ. થરાદ સર્કલ નાઓના માર્ગદર્શન મુજબ, એચ.એમ.પટેલ, પો.સબ.ઈન્સ. સુઈગામ પો.સ્ટે.નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે સુઇગામ પો.સ્ટે.માં કલમ ૩૮૦,૩૭૯,૪૫૪,૪૫૭ મુજબના ગુનાના ક્રમે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે અલગ-અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા અને ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન સૌર્સથી અમોને મળેલ બાતમી હકીકત આધારે શકદાર રાજેરાભાઈ વાલજીભાઈ ઠાકોર જે અગાઉ થરાદ પોલીસ સ્ટેશનના ચોરીના અલગ અલગ સાત ગુનામાં તથા દાંતીવાડા પો.સ્ટે.ના ચોરીના એક ગુનામાં સડોવાયેલ રીઢો ગુનેગાર હોય તે તથા તેનો ભાઈ પ્રકાશભાઈ વાલજીભાઈ ઠાકોર રહે-બંન્ને જલોયા તા-સુઈગામ વાળાઓને પોસ્ટે લાવી યુક્તિ પ્રયુક્તીથી વિશ્વાસમાં લઈ સઘન પુછપરછ કરતાં ઉપરોક્ત બંન્ને ગુનાની કબુલાત કરતાં આરોપીઓએ અલગ અલગ જગ્યાએ છુપાવી રાખેલ ચોરીનો મુદ્દામાલ કબજે લઈ બંન્ને ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરેલ છે