અંકલેશ્વર યુનિયન બેંક લૂંટ વિથ ફાયરિંગ પ્રકરણમાં પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ.શહેર પોલીસે સારંગપુરના લક્ષમણ નગરમાંથી કરી વધુ એક આરોપીની કરી અટકાયત.બાળ ગુનેગારને જુવેનાઇલ હોમમાં મોકલી અપાયોશહેર પોલીસે રાકેશકુમાર ચંદ્રશેખર મંડલની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી.પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી.અંકલેશ્વર યુનિયન બેંકમાં લૂંટ બાદ થયેલ ફાયરિંગ પ્રકરણમાં શહેર પોલીસે વધુ બે આરોપીઓની અટકાયત કરી સાત દિવસના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર યુનિયન બેંકમાં ₹44 લાખની લૂંટમાં પોલીસે એક સગીરા સહિત વધુ બે આરોપીઓની ધરપકડ કરતા કુલ 8 આરોપી અત્યાર સુધી ઝડયાયા છે. બન્ને આરોપીઓએ બાઇક ચોરી લૂંટારુઓને આપી હતી.અંકલેશ્વર યુનિયન બેંક લૂંટમાં પોલીસે અગાઉ 6 આરોપીની 4 તમંચા, બે બાઇક, 5 મોબાઈલ અને લૂંટના રૂપિયા 38.79 લાખ સાથે ધરપકડ કરી હતી. મૂળ બિહારના ભગલપુરના લૂંટારુઓના 7 દિવસના રિમાન્ડ દરમિયાન બાઇક ચોરીને આપનાર સગીર સહિત વધુ બે આરોપીના નામ ખુલ્યા હતા.જેના આધારે રાકેશ ચંદ્ર મંડલની ધરપકડ કરી તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે બાળ ગુનેગારને જુવેનાઇલ હોમમાં મોકલી અપાયો છે. ઝડપાયેલા આ આરોપીઓએ લૂંટના રૂપિયા પોતાના ઘરમાં છુપાવ્યા હતા.
અંકલેશ્વર યુનિયન બેંક લૂંટ વિથ ફાયરિંગ પ્રકરણમાં પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ

Leave a Comment