સરહદી સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે માતા નડેશ્વરી ના પટાંગણમાં નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખશ્રી હરજીભાઈ રાજપૂત થાનાભાઇ રાજપુત નડેશ્વરી ટ્રાન્સપોર્ટ ના દ્વારા શરદપૂનમ નિમિતે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યુ હતુ,

શરદ પૂનમ નિમિતે યોજાયેલ નડેશ્વરી માતાજીના પટાંગણમાં નામી-અનામી કલાકારો એ માં ભગવતી નડેશ્વરી ના પટાંગણમાં રાસ ગરબા ના મધુર સ્વરો માં ધૂમ મચાવી હતી,આમ મીઠા સ્વર માં ગાયેલ રાસ ગરબામાં આજુ બાજુના લોકો મોટી સંખ્યા માં તલ્લીન બન્યા હતા, આજના આ શરદ પૂનમ ના દિવસે યોજાયેલ રાસ ગરબા ના આયોજનમાં થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, માં નડેશ્વરી માતા ટેમ્પલ ના પ્રમુખશ્રી હરજીભાઈ રાજપૂત તેમજ નામી-અનામી આગેવાનો તેમજ આજુબાજુના બહેનો તેમજ ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી રાસ ગરબાની મોજ માણી હતી…