એક મહિના બાદ સરકારી માલીકીની ઓઈલ માર્કેટ્યિ કંપનીઓએ ભાવ વધારો કરતા પેટ્રોલની કિંમત ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ. ઓઈલ કંપનીઓએ જાહેર કરેલા પ્રાઈઝ નોટિફિકેશન અનુસાર આજે પેટ્રોલ પ્રતિ લીટરે ૨૬ પૈસા જ્યારે ડિઝલની કિંમતમાં પ્રતિ લીટરે ૨૫ પૈસાનો વધારો થયો છે. જ્યારે વેટના દરોના ફેરફાર હોવાથી અમદાવાદમાં પેટ્રોલમાં 30 પૈસા અને ડિઝલમાં ૩૬ પૈસાનો વધારો થયો છે. નવા ભાવ વધારાથી અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૮૧.૬૫ રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતી લીટર ૮૦.૧૭ રૂપિયા પર પહોંચી ગઈ છે.
પેટ્રોલ, ડીઝલની કિંમતમાં આ સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો છે. ૬ ડિસેમ્બર સુધી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ૪૮ દ્વિસ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. તમને જણાવીએ કે માર્ચ બાદ પ્રથમ વખત સપ્ટેમ્બરમાં ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એ ૮૨ દિવસ સુધીમાં કોઈ ફેરફાર ન કર્યો હતો .