આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે,ગુજરાત સરકાર ના પૂર્વ આરોગ્ય મઁત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ કોર કમિટી સદસ્ય,તેમજ પ્રદેશ ભાજપ વિશેષ કારોબારી આમન્ત્રિત સદસ્ય તેમજ બનાસડેરી ચેરમેન શકરભાઈ ચૌધરી અને બોર્ડ ઓફ ડિરેકટરો દ્વારા નારી શશ્ક્તિકરણ અને સન્માન ના ઉમદા હેતુથી પાલનપુર ના મોરિયા ખાતે નારી સન્માન કાર્યક્રમ રખાયો હતો.જેમાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ મોરીયા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પશુપાલક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે બનાસ ડેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૫ હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમની શરૂઆત મહિલાઓની પશુપાલન ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે વિવિધ નાટકોનું આયોજન બનાસ ડેરીના કર્મચારી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.. આજના આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલે વર્ચ્યુઅલ માધ્યમથી હજારો બહેનોને સંબોધન કર્યું હતું.. તેમણે બનાસકાંઠાની મહિલા પશુપાલકોને સહકાર ક્ષેત્રે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું.
આજે દૂધના વ્યવસાયને બહેનોએ વેગ આપ્યો છે. આ સાથે તેમણે બનાસ ડેરીના સુકાની તથા પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના સક્ષમ નેતૃત્વ અને પારદર્શક વહીવટના પણ વખાણ કર્યા હતા..આજના આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે બનાસકાંઠા જિલ્લો દૂધના વ્યવસાય થકી આત્મનિર્ભર બન્યો છે તથા બનાસડેરી વિવિધ પ્રકારના વ્યવસાયો થકી લાખો પરિવારોને રોજગારી આપી છે..તેમણે જિલ્લાની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા જાહેરાત કરી હતી કે આવનાર સમયમાં જળસંચય, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.. આજના આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પી.જે.ચૌધરી , ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઇ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ, પ્રભારી નંદાજી ઠાકોર , સુરેશભાઈ શાહ, પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..