શક્તિ ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે ત્યારે હાલમાં ગબ્બર ખાતે ૫૧ શક્તિ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી ગબ્બર તળેટીમાં પરિક્રમા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યાત્રિકોની ભારે ભીડને પગલે વહીવટી તંત્ર દ્વારા 17 તારીખ સુધી પરિક્રમા મહોત્સવ વધારવામાં આવ્યો છે.
ગબ્બર તળેટીમાં માઈક પર એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ભક્તો મોટી સંખ્યામાં અંબાજી અને ગબ્બર ખાતે પહોંચી રહ્યા છે ત્યારે પરિક્રમા મહોત્સવ 16 તારીખની જગ્યાએ 17 તારીખ સુધી ચાલશે.
અંબાજી માં 51 શક્તિ પરિક્રમા મહોત્સવ માં યાત્રિકોની ભારે ભીડને પગલે પરિક્રમા મહોત્સવનો એક દિવસ વધારાયો
Leave a Comment