પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીનું વડોદરા ખાતે આયોજીત DEAF AND DUMBની ઓલ ઈન્ડિયા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઝોનની ટીમમાં પસંદગી થઈ છે. પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં અભ્યાસની સાથે-સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ અને રમત ગમતને વિશેષ પ્રોતસાહન આપવામાં આવે છે. ત્યારે તાજેતરમાં શેઠ એમ.એન.હાઈસ્કૂલનો ધોરણ 10નો વિદ્યાર્થી પ્રજાપતિ ક્રિશ મનિષકુમારની વડોદરામાં આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે વેસ્ટ ઝોનની ટીમમાં પસંદગી થઈ છે.પ્રજાપતિ ક્રિશ મનિષકુમાર જન્મથી બોલી નથી શકતો અને સાંભળી પણ નથી શકતો તેમજ તે બે વર્ષનો હતો ત્યારે તેના માતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેના પિતા મનિષભાઈએ તેને માતા-પિતાનો પ્રેમ આપીને ઉછેરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ક્રિશને ક્રિકેટમાં વધારે રુચી હોઇ તેને ક્રિકેટ રમાડવાનો નિર્ણય કર્યો હતો. જેથી ક્રિકેટમાં આગળ વધવા માટે બે વર્ષ પહેલા શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં અભ્યાસ અને ક્રિકેટનું માર્ગદર્શન લેવા માટે દાખલ કર્યો હતો .તાજેતરમાં દિવ્યાંગ ક્રિકેટ પ્રિમીયર લીગ ચંદીગઢ (પંજાબ) મુકામે યોજાઈ હતી તેમાં 150 દિવ્યાંગ ક્રિકેટરો આખા ભારતમાંથી ભાગ લેવા માટે આવ્યા હતા. જેમાં શેઠ એમ.એન. હાઈસ્કૂલના ક્રિશ એમ. પ્રજાપતિ એ ત્રણ 20-20 મેચમાં 118 રન અને 4 વિકેટ મેળવી ઓલ રાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું.આગામી જુન મહિનામાં વડોદરા ખાતે DEAF AND DUMB ની ઓલ ઈન્ડિયા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શેઠ એમ.એન.હાઈસ્કૂલનો વિદ્યાર્થી પ્રજાપતિ ક્રિશ મનિશકુમારનું વેસ્ટ ઝોનની ટીમમાં પસંદગી થઈ છે. જે બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના તમામ હોદ્દેદારો અને ઈ. આચાર્ય નરેશ પટેલ દ્વારા ક્રિશ પ્રજાપતિ ખુબ આગળ વધી પાટણનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી છે.ક્રિશને બાળપણથી ક્રિકેટમાં રસ હોય પિતાએ ખેલાડી બનાવવા સંઘર્ષ કર્યા પિતા મનીષભાઈએ જણાવ્યું હતું કે જન્મથી ક્રિશ બોલી કે સાંભળી શકતો નથી. બે વર્ષનો હતો ત્યારે તેના માતાનું અવસાન થયુ હતુ.ક્રિશને બાળપણથી ક્રિકેટમાં ખુબ રસ અને તે સારું રમે છે. માતા-પિતા બંન્નેનો પ્રેમ આપીને ઉછેર્યો છે. ક્રિશને ક્રિકેટમાં વધારે રુચી હોઇ તેને ક્રિકેટ રમાડવાનો નિર્ણય કર્યો ક્રિકેટમાં આગળ વધવા માટે બે વર્ષ પહેલા અને શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં અભ્યાસ અને ક્રિકેટનું માર્ગદર્શન લેવા માટે દાખલ કર્યો હતો. સમગ્ર દેશ માટે ક્રિકેટ રમે અને પાટણનું નામ રોશન કરે તેવી આશા છે