જેમ જેમ વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચોટીનું જોર શરૂ કરી દીધી છે દરેક પક્ષને પોતાની જીત મેળવવા માટે પક્ષના કાર્યકર્તાઓ ને મજબૂત કરવા જરૂરી વચ્ચે જે અંતર્ગત અત્યાર થી જ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા દરેક તાલુકાઓમાં કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના સદરપુર ગામે રહેતા પનસિંહ સોલંકી ની ભારતીય જનતા પાર્ટીમાં નવી ભીલડી મંડળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.પનસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં ઈ. સ 1990થી પાર્ટીમાં કાર્યકર તરીકે શરૂઆત કરી હતી જેમાં અત્યાર સુધી લોકસભા વિધાનસભા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પત્ની સાથે રાખી પાર્ટીમાં કામ કર્યું હતું તે ઉપરાંત અગાઉ ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટી કારોબારી સભ્ય તેમજ ગ્રામીણ કેન્દ્ર ના પ્રમુખ લુણપુર સીટ પરથી પણ તેમને જવાબદારી નિભાવી હતી આમ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે નાના નાના કાર્યકર્તા સાથે રહીને પક્ષને મજબૂત કરવા માટે કામ કરતા પનસિંહ સોલંકી ની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ભીલડી મંડળના પ્રમુખ બનાવતા ગ્રામજનો દ્વારા તેમને સન્માન કરવામાં આવ્યું હતું અને આવનારા સમયમાં હજુ પણ પક્ષ ને સાથે રાખી ગામનો અને તાલુકાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે તે માટે ગ્રામજનોએ શુભકામનાઓ પાઠવી હતી.