વર્તમાન સમયના જંકફૂડના જમાનામાં વ્યક્તિ આરોગ્યની સંભાળ રાખતો નથી અને તેના શરીરના અંગો જીવલેણ બીમારીનો શિકાર બને છે. જેમાં પણ ડાયાબીટીસને કારણે કિડની ફેલ્યર, હાર્ટ ફેલ્યર અને લીવર ફેલ્યરની બીમારી બનતા આવા લોકોને ઓર્ગન ટ્રાન્સપાન્ટની નોબત આવે છે ત્યારે ખરી મુશ્કેલી ઉભી થાય છે. ઓર્ગન મેળવવા અગાઉથી નામ નોંધાવવું પડે છે અને જ્યાં સુધી ઓર્ગન મેળવવા નંબર આવે તે પેહલા તો દર્દી ઈશ્વર શરણ થઈ જાય છે.પરતું આ વખતે આ દર્દી એ વિધાનસભા ના અધ્યક્ષ ને કહેતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આશ્વાસન આપી ને અમદાવાદ સિવિલ ખાતે કીડની પ્લાન્ટેશન કરાવવા બદલ દર્દી ના પરિવારજનો એ આભાર વ્યક્ત કર્યો હતો..

અંદાજીત દોઢ વર્ષ અગાઉ કીડની ફેઈલર ને ચિંતા માં રહેલો પંચાલ પરિવાર માડકા ગામ માં બેસણા માં આવેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ આવતા ની સાથે પંચાલ પરિવારે શંકરભાઈ ને રજૂઆત કરી હતી.જેને પગલે અમદાવાદ સિવિલ ખાતે કીડની પ્લાન્ટેશન કરાવવામાં આવ્યું હતુ.

જે અંગે માડકા ગામ ના વનાભાઈ પંચાલ અને તેમના પત્ની પ્રેમીબેન પંચાલે યે હૈ ન્યુઝ ઇન્ડિયા ની મીડિયા ટીમ સાથે ની વાતચીત માં જણાવ્યું હતું.કે અમો ગરીબ પરિવાર હોવાથી અમારી પત્ની ને બે કિડનીઓ ફેલ હોવાને લઈને દુઃખી હતા.જે સમયે અમારા સમાજ ના બેસણા માં આવેલા બનાસડેરી ના ચેરમેન અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ને રજુઆત કરી હતી.જે સમયે શંકરભાઇ ચૌધરી એ કહ્યું હતું કે તું ચિંતા ના કર કિડની અમદાવાદ હોસ્પિટલ માં નોંધાવી હતી.ત્યારબાદ પ્રેમીબેન નું બન્ને કિડનીઓ નું સફળ પ્લાન્ટેશન કરવામાં આવતા પંચાલ પરિવારે અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી નો આભાર વ્યક્ત કર્યો હતો.જેને લઈને સમગ્ર માડકા ગામ ના લોકો એ પણ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના સેવાકીય કામગીરી ને બિરદાવી હતી.