જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા આગામી તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ સવારે-૯.૦૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) પાલનપુર ખાતે આયોજીત કરવામાં આવેલ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અનિવાર્ય સંજોગોના કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે.પ્રસ્તુત જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાના કાર્યક્રમનું આયોજન નિર્ધારીત થયેથી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જાણ તેમજ બહોળી પ્રસિધ્ધિ કરવામાં આવશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા રોજગાર અધિકારી (વ્ય.મા.) દ્વારા જણાવાયું છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે રોજગાર કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે.