પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના વિસ્તારમાં કોર્પોરેટ ની બેદરકારીને કારણે સફાઈ પૂરતા પ્રમાણમાં ન થતા ગંદકીનું સામ્રાજ્ય ફરી વળ્યું હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા…વધુમાં વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને પાણી પાણી જોવા મળી રહ્યા છે ત્યારે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય ખદબદી ઉઠતા રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે અને લોકોના સ્વાસ્થને નુકસાન થાય તો જવાબદાર કોણ બીજી બાજુ સ્થાનિક લોકોને અવરજવર કરવામાં અને વિદ્યાર્થીઓને શાળામાં જવામાં પણ મુશ્કેલી થઈ રહી છે અને જાહેર માર્ગ ઉપર ગંદકીના કારણે ચાલી શકાય તેમ નથી ત્યારે બીજી બાજુ ચૂંટણીના સમયે કોર્પોરેટો ફક્ત મત લેવા આવે છે અને અત્યારે કોઈ પણ મત વિસ્તારના લોકોની સાર સંભાળ લેવા આવતું નથી જેથી સત્વરે આ વિસ્તારની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા મીડિયા સમક્ષ માંગ કરવામાં આવે છે