યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ સરહદી પંથક ના સુઈગામ તાલુકા ના પાડણ સબ –સેન્ટર માં ફરજ બજાવતા FHW અને MPHW ની લાલીયાવાડી સામે આવી જેમાં સરપંચ અને ગ્રામ્ય જનો દ્વારા બ્લોક હેલ્થ ઓફીસ એ રજૂઆત કરવા પહોચ્યા ત્યારબાદ અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ પાડણ ગામ ની મુલાકાત લેવામાં આવી જેમાં લોકો દ્વારા ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો જેમાં લોકો અને પાડણ ના યુવા સરપંચ એ FHW, MPHW ફરજ પર હાજર ના રહેવાના આક્ષેપો કરવામાં આવ્યા જેમાં સરપંચ શ્રી ભરતસિંહ ગોહિલ દ્વારા જણાવવા માં આવ્યું કે હું અંદાજે ૧૫ દિવસે પાડણ ગામ ના સબ સેન્ટર ની મુલાકાત લઉં છુ પરંતુ જયારે હું જાવું છુ ત્યારે FHW બેન હાજર રહેતા નથી અને પોતાને આપેલ સબ સેન્ટર માં રહેતા નથી જેથી સરકારે પોતાને આપેલ સબ સેન્ટર ગામ ના લોકો માટે શોભાના ગાઠીયા સમાન જોવા મળ્યું વધુ માં જણાવ્યું કે તા -૨૧/૦૪/૨૦૨૧ ના રોજ સવારે હું એક વૃદ્ધ ને લઇ ગયેલ અને FHW દ્વારા જાણાવામાં આવ્યુ કે અમારી પાસે દવા નથી ત્યારબાદ તેમના મુખ્ય મથક PHC ના ફાર્માસીસ્ટ ને ફોન કરતા જાણવા મળ્યું કે અમને કોઈ એ જણાવ્યું નથીં કે અમારે દવા ની અછત છે એવું કોઈ જાણવામાં આવ્યું નથી ત્યારબાદ પાડણ ગામ ના લોકો અને સરપંચ દ્વારા સુઈગામ ના બ્લોક ઓફિસે એક અરજી કરી હતી અને બ્લોક ઓફિસરે તેમના વિરુધ કડક કાર્યવાહી કરવા આશ્વાશન પણ આપવામાં આવ્યું ..